November 23, 2024

ઓલિમ્પિક 2024માં મેડલ ગુમાવ્યા બાદ Arjun Babutaનું મોટું નિવેદન

Olympics 2024: ઓલિમ્પિક 2024ના ત્રીજા દિવસે ભારતને મેડલની આશા હતી. અર્જુન બાબુતા ગઈ કાલે મેડલ ના જીતવાના કારણે ખુબ નિરાશ જોવા મળ્યો હતો કારણ કે ખૂબ જ ઓછા માર્જિનથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયો અને ચોથા સ્થાને રહ્યો હતા. તે માત્ર તેની નિરાશા ના હતી પરંતુ ભારતની પણ નિરાશા હતી. કારણ કે ઓલિમ્પિક 2024માં મેડલ જીતનાર મનુ ભાકર પછી તે બીજો એથ્લેટ બની જાત પરંતુ આખરે નિરાશ મળી હતી. ઓલિમ્પિક 2024માં મેડલ ગુમાવ્યા બાદ અર્જુન બાબુતાએ નિવેદન આપ્યું હતું. આવો જાણીએ શું કહ્યું તેણે.

અર્જુન બાબુતા શું કહ્યું?
તેણે ઇવેન્ટ પછી કહ્યું. પરંતુ તે આજે જે છે તે છે. ક્યાંક, હું ભાગ્યમાં માનું છું. આ મારો દિવસ ન હતો. વર્ષોની મહેનત, ટેકનીક અને વ્યૂહરચના જે મેં મારા કોચ સાથે વિકસાવી હતી તે ઈવેન્ટ દરમિયાન સાર્થક થઈ ગઈ છે. અર્જુને ભૂતપૂર્વ શૂટર અને ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. જેમણે ઈવેન્ટ પહેલા અને પછી તેને ટેકો આપતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે પણ ભારત જીતી શકે છે મેડલ, જાણો સંપૂર્ણ શેડ્યૂલ

અર્જુન બાબુતાની સિદ્ધિઓ

  • એશિયન ચેમ્પિયનશિપ, કોરિયા (2023) – 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં સિલ્વર મેડલ અને દેશ માટે ઓલિમ્પિક 2024 ક્વોટા સ્થાન
  • વર્લ્ડ ચેમ્પિયનશિપ, કૈરો (2022) – 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ
  • ISSF વર્લ્ડ કપ, ચાંગવોન (2022) – વ્યક્તિગત અને પુરુષોની ટીમ ઈવેન્ટ્સમાં 2 ગોલ્ડ મેડલ
  • વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ, ચેંગડુ (2021) – 10 મીટર એર રાઇફલ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ

શૂટિંગમાં ભારતનો મેડલ વિજેતા (ઓલિમ્પિક)

1. રાજ્યવર્ધન સિંહ રાઠોડ
સિલ્વર મેડલ: એથેન્સ (2004)

2. અભિનવ બિન્દ્રા
ગોલ્ડ મેડલ, બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008)

3. ગગન નારંગ
બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

4. વિજય કુમાર
સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)

5. મનુ ભાકર
બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)