અરવલ્લીમાં પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા 50થી વધુ લોકો સાથે ઠગાઈ, પ્રયાગરાજની બસ ઉપાડવાનું કહી હજારો રૂપિયા ખંખેર્યા

અરવલ્લીઃ યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા ઠગાઈ કરવામાં આવી છે. મોડાસા સબજેલ પાસેની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટલ બંધ કરી દેવામાં આવતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, મોડાસાની સહયોગ ચોકડીથી સવારે 10 વાગ્યે ટ્રાવેલ્સ ઉપડવાની હતી. જેમાં પ્રયાગરાગ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું બુકિંગ કરાવી છેતરપિંડી આચરી છે. કુલ 50થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાનો યાત્રાળુઓ આક્ષેપ લગાવી રહ્યા છે.
આ ટ્રાવેલર્સે એક યાત્રાળુ પાસેથી રૂપિયા 7,999 લઈને બુકિંગ કરાવ્યું હતું. ત્યારે હવે યાત્રાળુઓ દ્વારા ટ્રાવેલ્સ સંચાલકને ફોન કરતા સ્વીચઓફ હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે યાત્રાળુઓમાં રોષ ફેલાયો છે.