January 11, 2025

પોલીસકર્મી જ નીકળ્યો બુટલેગર, રસોડામાંથી મળ્યો ‘બાર’

Aravalli Police: અરવલ્લી જિલ્લામાં ખુદ પોલીસકર્મી જ બુટલેગર હોવાની ઘટના સામે આવી છે. ધનસુરાના રહીયોલ ગામની રાહીયોલ ગામના વતની છે આ પોલીસ અધિકારી. છેલ્લા દસ વર્ષથી પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસ સ્થાને દારૂ હોવાની બાતમી જિલ્લા એલસીબી વિભાગને મળી હતી.

દારૂ હોવાની બાતમી મળી
છેલ્લા દસ વર્ષથી આ પોલીસ અધિકારી ફરજ બજાવે છે. કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિજય પરમારના રાહીયોલ ખાતેના નિવાસ સ્થાને દારૂ હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે રાહીયોલ ખાતે રેડ કરી હતી. ઘરના રસોડાના નીચેના ભાગમાંથી અલગ અલગ બ્રાન્ડની 1.76 લાખની કિંમતની 2138 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.

આ પણ વાંચો:રાજ્યના ત્રણ રોપવેમાં શાળા પ્રવાસ માટે ખાસ સ્કીમ, 15 માર્ચ સુધી મળશે આ ઓફર

આ પહેલા પણ દારૂના કેસમાં ઝડપાયો હતો
પોલીસ ખાતામાં ફરજ બજાવતા કર્મચારી જ બુટલેગર બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિજય છનાલાલ પરમાર અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતો હતો. તે સમયે પણ દારૂના કેસમાં ઝડપાયેલ હતો. તેને સસ્પેન્ડ કર્યા બાદ પોરબંદર ખાતે ફરજ પર હતો. એક વખત સસ્પેન્ડ થયા પછી પણ ખાખી ને લજવવા નો ધંધો બંધ કર્યો નહોતો. ગત 8 તારીખે પોરબંદરથી વતન રહીયોલ ખાતે આવેલ હતો. ગઈકાલે એલસીબીની રેડ વખતે તે પોતાના નિવાસ સ્થાનથી ફરાર થઇ ગયો હતો. જો કે હાલ પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી પોલિસકર્મી વિજય પરમારને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.