અરવલ્લીમાંથી ઝડપાયો નકલી ASI, 13 લાખની છેતરપિંડી આચરી
અરવલ્લીઃ રાજ્યમાં અવારનવાર નકલી અધિકારીઓ ઝડપાતા હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લામાંથી વધુ એક આવો કર્મી ઝડપાયો છે. અરવલ્લીમાંથી ASIની ઓળખ આપી છેતરપિંડી કરનારો ઝડપાયો છે.
બાયડના આંબલીયારા ગામનો યુવક ASIની ઓળખ આપતો હતો. ગાંધીનગરની વિવેકાનંદ એકેડમીમાં એડમિશન આપી નોકરીના નામે છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. તેણે 6 અલગ અલગ યુવકો પાસેથી કુલ 13.50 લાખ લઈને છેતરપિંડી આચરી છે.
આંબલીયારાનો યુવક પોલીસ યુનિફોર્મ પહેરીને પોલીસ હોવાની ઓળખાણ આપતો હતો. નકલી પોલીસ બની પિતા પણ ગુજરાત પોલીસમાં નોકરી કરતા હોવાની ઓળખાણ આપતો હતો. પોલીસ બનીને અવારનવાર પિતા સાથે વાત કરાવી રૂપિયા પડાવતો હતો. બાયડ પોલીસે નિમેશ ચૌહાણ અને અશોકભાઇ ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.