ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના નેશનલ સેક્રેટરી સોનલ ડાંગરિયાના હસ્તે જિલ્લા પ્રમુખોની નિમણૂક

રાજકોટ: ગુજરાતના પાટીદાર મહિલા અગ્રણી, ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના નેશનલ સેક્રેટરી એવા સોનલ ડાંગરિયાના હસ્તે અલગ અલગ જિલ્લામાં પ્રમુખને નિમણૂક આપવામાં આવી છે.

રાજકોટ સેવાકીય પ્રવૃત્તિની ભાવના પરિશ્રમથી લઈ પ્રગતિ સુધી મારું જીવન એક જ મારો સંદેશ એવી સમાજ સેવામાં હંમેશા સોનલબેન ડાંગરિયાએ પોતાનો મહત્વનો ફાળો આપેલ છે. સતતને સતત અલગ ક્ષેત્રોમાં પોતાના નિસ્વાર્થ ભાવથી સેવા આપી પોતાના કાર્યમાં હંમેશા અડગ રહી સમાજસેવા કરી સમાજની દરેક સ્ત્રી માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યા છે. આવી જ રીતે હંમેશા કાર્યશીલ રહેતા સોનલબેન ડાંગરિયાએ તારીખ 01/05/2025ને ગુરુવારના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદન અધ્યક્ષ સુબોધકાંત સહાય અને કાર્યકારી અધ્યક્ષ અશોક ચૌહાણના નેજા હેઠળ મીટીંગ કરી. આ મીટીંગનો હેતુ દરેક જિલ્લામાં વિકાસ વધે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરી પંચાયતી રાજ લાવવા તેઓએ સારા કાર્યની મિસાલ કાયમ કરી છે.

સોનલ ડાંગરિયાએ આ કાર્યક્રમમાં જામનગર, દ્વારકા ઓખા, ભાણવડ, લાલપુર, જૂનાગઢ, સોમનાથ, ગીર, વેરાવળ, રાજકોટ, અમદાવાદ, વડોદરા સુરત, નવસારી, બનાસકાંઠા, અમરેલી, આણંદ, માંગરોળ, રાજુલા, સુરેન્દ્રનગર, દ્વારકા, વડોદરા, ભાવનગર, મોરબી વગેરે જેવા ગુજરાતના અનેક જિલ્લામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરી સોનલ ડાંગરિયાએ પોતાના હસ્તે ઓથોરિટી લેટર આપી બધાને કાર્ય કરવા પ્રેરિત કર્યા છે.

સોનલ ડાંગરિયાનું કહેવું છે કે તેઓ ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે મ્યુચ્યુઅલ એસોસિયેશન અને લોકશાહી તેમજ અસરકારક રાષ્ટ્રીય વિકાસ લાવવા કાર્ય કરવું. ગુજરાતમાં અસ્તિત્વમાં આવેલી ત્રિસ્તરીય પંચાયતી સંસ્થાઓની સત્તાઓ ફરજો અને કાર્યો ઉપર પંચાયતી રાજ હેઠળ દેખરેખ રાખવાની સત્તા સાથે ધારાકીય નિયંત્રણો સર્વ સમાજના સર્વાંગી વિકાસ, સંકલન, માર્ગદર્શન, સુરક્ષા જેવી તમામ કામગીરી ઉપર વહીવટી અને ધારાકીય પંચાયતી રાજ ઉભો કરશે.

સોનલ ડાંગરિયા જણાવે છે કે ગુજરાતમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ વિસ્તારના લોકો માટે પંચાયતી રાજ અને લોકશાહી લાવવા ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદમાં જોડાવાની અપીલ કરે છે.