November 23, 2024

હોળી રમવા જતા પહેલા સ્કિન પર લગાવો આ વસ્તુઓ…

Holi 2024: હોળીનો તહેવાર આવવાને હવે ગણતરીના દિવસો બાકી છે. સોમવારે 25 માર્ચે હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. નાનાથી લઈને મોટા લોકો આ તહેવારની ધામધુમ ઉજવણી કરે છે. રંગોના આ તહેવારમાં આનંદ ઉલ્લાસની સાથે આપણે આપણી ત્વચાની પણ ધ્યાન રાખવી એટલી જ જરૂરી છે. હોળીની રંગોમાં હાનિકારક કેમિકલ હોય છે. જે તમારી સ્કિનને ખુબ જ નુકસાન પહોચાડે છે, પરંતુ તેના ડરથી વર્ષમાં એક વખત આવતા તહેવારની ઉજવણી તો બંધ ના કરી શકાય. તમે હોળી રમવા જતા પહેલા તમારા શરીર પર કેટલીક વસ્તુઓ લગાવીને રંગોથી થતા નુકસાનને ઓછું કરી શકો છો.

નારિયેળનું તેલ
આખો દિવસ હોળી રમ્યા બાદ રાતે સુતા પહેલા આખા શરીર પર નારિયેળનું તેલ લગાવીનો સુઓ. ચહેરાને પહેલા ફેસવોશથી એકદમ બરાબર ધોઈ નાખો. એ બાદ ચહેરા પર નારિયેળનું તેલ લગાવો. જેથી તમારા ચહેરાની સ્કિનને રંગથી ઓછું નુકસાન થશે. આ સાથે વધારે મોઇશ્ચરાઇઝર પણ થઈ જશે.

એલોવેરા
જો તમે હોળી રમવા જાવ છો તો તેના પહેલા ચહેરા પર એલોવેરા જેલ લગાવી શકો છો. આ કારણે રંગો ત્વચાને નુકસાન પહોંચાડતા નથી. આ સાથે તે ત્વચાને મોઇશ્ચરાઇઝ પણ કરે છે. તમે ચહેરા પર એલોવેરા જેલનું એક જાડું લેયર લગાવીને હોળી રમવા જાઓ.

આ પણ વાંચો:  આ હોળી પર ઘરે જ બનાવો ઈકો ફ્રેન્ડલી કલર

પેટ્રોલિયમ જેલી
હોળી રમતા પહેલા તમે ત્વચા પર પેટ્રોલિયમ જેલી પણ લગાવી શકો છો. તેનાથી હોળીના રંગો સરળતાથી દૂર થઈ જશે. આ સાથે તે ત્વચાને શુષ્ક થવાથી પણ બચાવશે. પેટ્રોલિયમ જેલી ચહેરા અને હોઠ પર લગાવી શકો છે. જેથી તમારા ચહેરાને ઓછુ નુકસાન થાય

મોઇશ્ચરાઇઝર
હોળી રમતા પહેલા ચહેરો મોઈશ્ચરાઈઝર જરૂર કરો. તેનાથી તમારા ચહેરા પર પ્રોટેક્શન લેયર બનશે. આ સાથે હોળીના રંગોથી ત્વચાને કોઈ નુકસાન નહીં થાય. આ ઉપરાંત ત્વચા હાઇડ્રેટેડ રહે છે. મોઈશ્ચરાઇઝરની સાથે સાથે ત્વચા પર સનસ્ક્રીન લગાવાનું ભૂલતા નહીં. જેથી સૂર્યના કિરણોથી રક્ષણ મળે છે.