November 27, 2024

Apple આપશે મોટું સરપ્રાઈઝ, બીજી કંપનીઓને લાગશે મોટો ફટકો

Apple ટૂંક સમયમાં તેના ચાહકોને એક મોટું સરપ્રાઈઝ આપી શકે છે. કંપની ટૂંક સમયમાં તેનું પહેલું ફોલ્ડેબલ ડિવાઈસ લોન્ચ કરી શકે છે. એપલનું આ ઉપકરણ હજુ પ્રોસેસમાં છે. એક રિપોર્ટ અનુસાર એપલનું આ ફોલ્ડેબલ ડિવાઈસ મોટી સ્ક્રીન સાથે આવવાની પુરી શક્યતા જોવા મળી રહી છે. જોકે આ ફોલ્ડેબલ ડિવાઈસ સ્માર્ટફોન હશે કે ટેબ્લેટ એ અત્યારે કન્ફર્મ કહેવામાં આવી રહ્યું નથી. થોડા સમય પહેલાની વાત કરવામાં આવે તો એપલના ફોલ્ડેબલ ટેબલેટ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં આ ફોલ્ડેબલ ડિવાઈસમાં 7 કે 8 ઈંચની ડિસ્પ્લે હોવાનું કહેવામાં આવ્યું હતું.

આવતા વર્ષે થશે લોન્ચ!
રિપોર્ટ અનુસાર એપલના આ ફોલ્ડેબલ ડિવાઈસમાં 7 થી 8 ઈંચની ડિસ્પ્લે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોલ્ડેબલ ડિવાઈસ સ્માર્ટફોન હોઈ શકે છે. આ ફોલ્ડેબલ સ્માર્ટફોન અથવા ટેબલેટ 2026 અથવા 2027માં લોન્ચ થઈ શકવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પહેલા જે રિપોર્ટ બહાર આવ્યો તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એપલનો ફોલ્ડેબલ સ્માર્ટફોન આઈપેડ મિનીને રિપ્લેસ કરવામાં આવી શકે છે.

આ પણ વાચો: Delhi: ડિવાઈસ કરશે કેન્સરના દર્દીનું ડિટેક્શન, AIIMSમાં AIથી ઈલાજ

આઈપેડ મીનીને બદલશે!
એક માહિતી અનુસાર નવું ફોલ્ડેબલ ડિવાઈસ એપલના મિની આઈપેડને રિપ્લેસ કરી શકે છે. આટલું જ નહીં, Appleના ફોલ્ડેબલ ડિવાઇસમાં iPad Miniની સરખામણીમાં મોટું અપગ્રેડ જોવા મળી શકે છે. ફોલ્ડ કરી શકાય તેવા ઉપકરણોમાં OLED ડિસ્પ્લે પેનલનો ઉપયોગ કરી શકાય છે. સ્ક્રીન સાઈઝની વાત કરવામાં આવે તો તે 8.7 ઈંચની મોટી સ્ક્રીન સાથે આવી શકે છે. Apple પહેલા ઘણા બધી બ્રાન્ડ્સે સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યા છે. Samsung, OnePlus, Google, Xiaomi જેવી બ્રાન્ડ્સે તેમના ફોલ્ડેબલ સ્માર્ટફોન બજારમાં લોન્ચ કર્યા છે. હવે Appleમાર્કેટમાં લઈને આવે ફોલ્ડેબલ ડિવાઈસ તો આ તમામ બ્રાન્ડ્સને ટક્કર આપી શકે છે.

Apple Aiના એંધાણ
એક મિટિંગ દરમિયાન કંપનીના બોસે આ વર્ષના અંતમાં Apple Aiની જાહેરાત કરવાનો સંકેત આપ્યો તે પરથી અંદાજો લગાવી શકાય કે iOS 18 સાથે AI ફીચર લાવી શકે છે. તમને જણાવી દઈએ કે તેને WWDCમાં જૂનમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે iOS 18 તેના અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ્સમાંનું એક હશે જે પની AIને સમગ્ર સિસ્ટમમાં એકીકૃત કરવામાં મદદ કરશે.

આ પણ વાચો: Meta CEO માર્ક ઝુકરબર્ગે કેમ માફી માંગી ?