December 21, 2024

બટલર સિવાય સંજુ સેમસને પણ આ ખેલાડીના વખાણ કર્યા!

IPL 2024: ગઈ કાલની મેચમાં રાજસ્થાનની જીત થઈ હતી. ગઈ કાલની મેચમાં જીત થતાની સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. મેચ બાદ રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન ખુબ ખુશ જોવા મળ્યો હતો. ગઈ કાલની મેચમાં જીત મેળવ્યા બાદ સંજૂ સેમસને એક નિવેદન આપ્યું હતું.

સંજુ સેમસને આપ્યું નિવેદન
કોલકાતા નાઈટ રાઈઝર્સ સામે રાજસ્થાનની ટીમ 2 વિકેટે જીતી ગઈ હતી. જે બાદ રાજસ્થાનની ટીમના કેપ્ટને નિવેદન આપ્યું હતું. સંજુએ કહ્યું કે તેની ટીમે મેચમાં સુંદર વાપસી કરી હતી. તે નસીબદાર છે કે તેને એવી ટીમ મળી છે. સંજુએ તો KKR ટીમના પણ વખાણ કર્યા હતા. વખાણ કરતા તેણે કહ્યું કે તેઓ પણ ખરેખર સારું રમ્યા હતા અને તે આવી જ મેચોની અપેક્ષા રાખતા હતા. આ મેચ બાદ હું ખુબ ખુશ છું સંજુ સેમસને સ્પિન બોલરો સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીના વખાણ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે આ બંને ખેલાડીઓએ સારી બોલિંગ કરી હતી. બટલરની ઇનિંગ્સ જોરદાર રહી હતી.

આ પણ વાંચો: MI vs CSK: રોહિત શર્માનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો દુઃખી

અણનમ ઇનિંગ રમી
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 ની 31મી મેચ ગઈ કાલે રમાઈ હતી. જેમાં રાજસ્થાનની ટીમની જીત થઈ હતી. છેલ્લા બોલ પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સ 2 વિકેટથી હારી હતી. કેકેઆરની ટીમે પહેલા બેટિંગ કરી હતી. સુનીલ નારાયણે ટીમ માટે 109 રનની શાનદાર ઇનિંગ રમી હતી જેમાં તેણે 107 રનની અણનમ ઇનિંગ રમી હતી. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે રાજસ્થાનની ટીમ હારી જશે પરંતુ આખરે રાજસ્થાનની ટીમની જ જીત થઈ હતી.