January 15, 2025

વલસાડની વધુ એક હોસ્પિટલની બેદરકારી! સારવાર દરમિયાન બાળકનું મોત

Valsad: રાજ્યમાં અવારનવાર હોસ્પિટલની બેદરકારીને કારણે મોત નીપજ્યા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે વલસાડના એક ખાનગી હોસ્પિટલમાં 13 વર્ષીય બાળકનું મોત થયું છે. જેને લઈને પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે. પરિવારજનોએ આક્ષેપ કરતા કહ્યું છે કે, બાળકનું મોત હોસ્પિટલની બેદરકારીના કારણે થયું છે.

મળતી માહિતી અનુસાર 13 વર્ષના બાળકને વલસાડની આશ્રય હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ કફોડી બનતા નજીકમાં જ આવેલ ડોક્ટર હાઉસમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પરંતું સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. આશ્રય હોસ્પિટલમાંથી ડોક્ટર હાઉસમાં ખસેડવા માટે હોસ્પિટલ દ્વારા કોઈપણ પ્રકારની મદદ કરવામાં આવી ન હતી. જેમા ન તો વ્હીલચેર આપી કે નતો સ્ટ્રેચર આપવામાં આવ્યું.

આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકીઓના ટારગેટ પર કેજરીવાલ સહિત અનેક નેતા, ચૂંટણીમાં કરી શકે છે હુમલો

જોકે, બાળકની તબિયત વધુ લથડતા ડોક્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યું હતું. જે બાળકનું મોત થયું છે. આશ્રય હોસ્પિટલની બેદરકારીના કારણે મોત થયું હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે. પોલીસ સ્થળ પર પહોંચીને સ્થિતિને કાબુમાં લીધી હતી. પરિવારજનો સિટી પોલીસ મથકે પહોંચીને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હતી.