June 30, 2024

India અને Pakistan વચ્ચે બીજી મેચ રમાશે?

India vs Pakistan: ન્યુયોર્કમાં ગઈ કાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન ભારતની ટીમનો 6 રનથી વિજય થયો હતો. હવે એ કહેવું મુશ્કેલ છે કે આ બંને ટીમ ફરી સામ સામે આવશે કે કેમ. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી મોટી ટક્કર થવાની સંભાવનાઓ છે. આ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ICCને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

યજમાની પાકિસ્તાને કરી
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે ફેબ્રુઆરીથી માર્ચ દરમિયાન થવાનું છે. આ વખતે તેની યજમાની પાકિસ્તાને કરી છે. જો કે તેને લઈને કોઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જવાની પરવાનગી મળશે કે નહીં તે પણ એક સવાલ છે. આ વચ્ચે એક સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં PCB ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાય.

આ પણ વાંચો: ભારતે ઇતિહાસ રચ્યો તો પાકિસ્તાનના નામે આ શરમજનક રેકોર્ડ સર્જાયો!

શિડ્યુલ મોકલી દેવામાં આવ્યું
એવી માહિતી મળી રહી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ડ્રાફ્ટ શેડ્યૂલ PCB એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા ICCને મોકલવામાં આવ્યો છે. જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ લાહોરમાં યોજાઈ શકે છે. જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય તો PCBને હાઈબ્રિડ મોડલ અપનાવવું પડી શકે છે. આ પહેલા એશિયા કપ દરમિયાન જોવા મળ્યું હતું.