November 15, 2024

ગિરનાર પરિક્રમા દરમિયાન વધુ એક મોત, પરિક્રમા દરમિયાન હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું

Junagadh: ગિરનાર પરિક્રમા દરમિયાન વધુ એક પરિક્રમાર્થીનું મોત થયું છે. પરિક્રમા દરમિયાન હાર્ટ એટેકથી પરીક્રમાર્થીનું મોત થયું છે. જોકે, અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10 પહોંચ્યો છે. જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાનો આજે અંતિમ દિવસ છે.

જૂનાગઢ ગિરનાર પરિક્રમા દરમિયાન વધુ એક પરિક્રમાર્થીનું મોત થયું છે. નટુભાઈ છેલાભાઈ બારોટ ઉ.વ. 56 મહેમદાવાદના રહેવાસીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 10 પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના જંગલોમાં આયોજીત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધાર્મિક લોકો સામેલ થાય છે. આ પરિક્રમા માટે આવેલા ભક્તોમાં ભારે ભીડ અને ગરમીના કારણે 9 લોકોની હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા છે. માત્ર 48 કલાકમાં 9 લોકોના લીલી પરિક્રમા દરમિયાન મોત થતા હડકંપ મચી ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતના દરિયામાંથી કરોડોના ડ્રગ્સ સાથે ઇરાની બોટ ઝડપાઈ; ATS-NCB અને નેવીની સંયુક્ત કાર્યવાહી