‘ઈન્ડિયા એલાયન્સ’ને વધુ એક ઝટકો! PDP જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે
Lok Sabha Election 2024: જમ્મુ-કાશ્મીરમાં ‘INDIA’ ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ બાદ હવે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)એ પણ ઈન્ડિયા એલાયન્સથી અલગ થઈ ગયા છે. આ અંગે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે તેમની પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના વડાએ કહ્યું કે તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે અને ટૂંક સમયમાં જ પાર્ટી તેના ઉમેદવારોના નામ નક્કી કરશે. તેમણે કહ્યું કે મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટીનું સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોના નામને અંતિમ રૂપ આપશે. માહિતી અનુસાર શનિવારે શ્રીનગરમાં યોજાયેલી બેઠક બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે. માહિતી મુજબ આ બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈને ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, પાર્ટીના પ્રવક્તાએ જણાવ્યું કે, બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અબ્દુલ રહેમાન વીરી, મહાસચિવ ડૉ. મહેબૂબ બેગ, ગુલામ નબી લોન હંજુરા, અધિક મહાસચિવ આશિયા નકાશ, પૂર્વ મંત્રી નઈમ અખ્તર, ઝહૂર અહેમદ મીર, મતવિસ્તારના પ્રભારી અને પ્રદેશ પ્રભારી હાજર રહ્યાં હતા.
#WATCH | Srinagar: On elections in J&K and seat sharing, National Conference Chief Farooq Abdullah says, "I think that elections in both states will be held with the Parliamentary elections. As far as seat sharing is concerned, NC will contest alone and there's no doubt about… pic.twitter.com/e2pLpX3YVB
— ANI (@ANI) February 15, 2024
ફારૂક અબ્દુલ્લા પણ INDIA ગઠબંધનમાં નહીં જોડાય
આ પહેલા નેશનલ કોન્ફરન્સે પણ જમ્મુ-કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ઈન્ડિયા એલાયન્સને ઝટકો આપતા નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમની પાર્ટી જમ્મુ-કાશ્મીરમાં આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે. જોકે, નેશનલ કોન્ફરન્સના ગઠબંધનથી અલગ થવા પર કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે કહ્યું કે દરેક પાર્ટીની પોતાની મર્યાદાઓ હોય છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી (પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી)એ INDIA જૂથનો ભાગ છે અને આગળ પણ રહેશે. બીજી બાજુ AAP અને TMC INDIA ગઠબંધનને પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં ઝટકો આપી દીધો હતો. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં આમ આદમી પાર્ટીએ આસામની 3 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ 80 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવાની વાત કરી રહ્યા હતા. ઇન્ડિયા એલાયન્સથી અલગ થઇને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ પણ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી હતી. હવે જોવાનું એ રહેશે કે INDIA ગઠબંધન કેટલો સમય ટકી શકે છે.