BJP-AIADMK ગઠબંધન નક્કી, અમિત શાહની જાહેરાત-‘વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડીશું’

BJP AIADMK Alliance: ભારતીય જનતા પાર્ટી અને AIADMK આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે જાહેરાત કરતા કહ્યું, તમિલનાડુમાં ફરીથી NDA સરકાર બનશે. વિધાનસભા ચૂંટણીમાં NDA જંગી બહુમતી સાથે જીતશે. તેમણે કહ્યું છે કે એનડીએ પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડશે.
#WATCH | Chennai, Tamil Nadu: On NDA alliance for Tamil Nadu Vidhan Sabha elections, Union Home Minister Amit Shah says, "AIADMK has no conditions and demands… We will have no interference in the internal matters of the AIADMK… This alliance is going to be beneficial to both… pic.twitter.com/9sUeKCkI62
— ANI (@ANI) April 11, 2025
#WATCH | Chennai, Tamil Nadu: On NDA alliance for Tamil Nadu Vidhan Sabha elections, Union Home Minister Amit Shah says, "These elections will be contested under the leadership of PM Modi on a national level and under the leadership of AIADMK leader Edappadi K. Palaniswami on the… pic.twitter.com/NHgNC4SviR
— ANI (@ANI) April 11, 2025
અમિત શાહે ગઠબંધનનો ફોર્મ્યુલા જણાવ્યો
ભાજપ અને એઆઈએડીએમકેની સંયુક્ત પત્રકાર પરિષદમાં અમિત શાહ અને પલાનીસ્વામી સ્ટેજ પર હાજર હતા. અમિત શાહે કહ્યું- “આજે AIADMK અને BJP એ નિર્ણય લીધો છે કે આવનારી ચૂંટણીઓ AIADMK, BJP અને NDA હેઠળના અન્ય પક્ષો સાથે મળીને લડશે.” આ ચૂંટણી રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીના નેતૃત્વમાં અને રાજ્યમાં પલાનીસ્વામીના નેતૃત્વમાં લડવામાં આવશે. મને વિશ્વાસ છે કે આવનારી ચૂંટણીઓમાં NDA સરકાર બનશે. અમે AIADMKની આંતરિક બાબતોમાં દખલ નહીં કરીએ. બાકીના પક્ષો વિશે AIADMK નેતૃત્વ અને ભાજપનું પ્રાદેશિક નેતૃત્વ નિર્ણય લેશે. સરકાર બનાવ્યા પછી બેઠકોની સંખ્યા અને મંત્રીઓની વહેંચણી બંને પક્ષો ચર્ચા પછી નક્કી કરશે. હાલમાં કોઈ વાતચીત થઈ રહી નથી.”