September 19, 2024

કેજરીવાલના રાજીનામાની જાહેરાત પર અણ્ણા હજારે આપી પ્રતિક્રિયા

Arvind Kejriwal Resignation: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના CM પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. હવે સીએમ કેજરીવાલના આ નિર્ણયને લઈને સમાજસેવક અણ્ણા હજારેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે મેં અરવિંદ કેજરીવાલને રાજકારણમાં આવવાની ના પાડી દીધી હતી.

અણ્ણા હજારેએ કહ્યું કે, હું પહેલાથી જ કેજરીવાલને રાજનીતિમાં ન જવા માટે કહી રહ્યો હતો. સમાજની સેવા કરો અને મોટા માણસ બનશો. અમે ઘણા વર્ષોથી સાથે હતા. તે સમયે મેં રાજકારણમાં ન આવવાનું વારંવાર કહ્યું હતું. સમાજ સેવા આનંદ આપે છે. આનંદ વધારો, પણ વાત તેના દિલમાં વાત ન રહી અને આજે જે થવાનું હતું તે થઈ ગયું. તેના હૃદયમાં શું છે તે હું કેવી રીતે જાણી શકું?

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું હતું કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર નહીં બેસશે.

‘દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં થવી જોઈએ’
એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયેલા કેજરીવાલે કહ્યું કે. આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્યોની એક બેઠક થશે અને પાર્ટીના એક નેતા મુખ્યમંત્રી તરીકે ચૂંટાશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે, પરંતુ હું મહારાષ્ટ્રની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરું છું.

આ પણ વાંચો: સુનિતા કેજરીવાલ કેવી રીતે બની શકે દિલ્હીના CM, જાણો, શું કહે છે નિયમો?

‘હું અગ્નિ પરીક્ષા આપવા માંગુ છું’
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે. હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. તેમણે એમ પણ કહ્યું કે હું મુખ્યમંત્રી બનીશ અને સિસોદિયા ત્યારે જ નાયબ મુખ્યમંત્રી બનશે જ્યારે લોકો કહેશે કે અમે ઈમાનદાર છીએ.