Anant Radhika Sangeetમાં રોહિત સાથે હાર્દિક અને સૂર્યાનું ભવ્ય સ્વાગત

Anant Radhika Sangeet Celebration: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મુખ્ય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના સંગીત સમારોહમાં પહોંચ્યા હતા. આ ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે તેમને સ્ટેજ પર બોલાવવામાં આવ્યા ત્યારે સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.

જોરદાર સ્વાગત કરવામાં આવ્યું
વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનું એક બાદ એક ઇવેન્ટમાં જોરદાર સ્વાગત થઈ રહ્યું છે. દિલ્હી બાદ મુંબઈમાં રોહિત શર્માની ટીમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું છે. હવે આ ખેલાડીઓ જે જે જગ્યા પર જઈ રહ્યા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે. હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે અંબાણી પરિવારના સમારોહમાં હાજરી આપી હતી.જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: IND vs ZIM: ગિલની કેપ્ટન્સીમાં ત્રણ ખેલાડીઓને લોટરી લાગી, ભારત માટે એકસાથે ડેબ્યૂ કર્યું

ખેલાડીઓ પર ફૂલોની વર્ષા
રોહિત શર્મા તેની પત્ની રિતિકા સાથે અંબાણીની આ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. આ સમયે સૂર્યકુમાર યાદવ પણ જોવા મળી રહ્યા હતા. ખેલાડીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ખેલાડીઓએ મંત્રોચ્ચાર સાથે ભગવાનની પૂજા કરી હતી. નીતા અંબાણીએ આ ત્રણેય ખેલાડીને એક બાદ એકને સ્ટેજ પર બોલાવ્યા હતા. આ સમયે તમામ હાજર લોકોએ તાળીઓ પાડી હતી. મુકેશ અંબાણીએ આ ત્રણેય ખેલાડીઓનો આભાર માન્યો હતો. આ સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ હાજર હતા.