January 23, 2025

વલસાડના ઉમરગામ ખાતે અનંત પટેલ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Anant Patel: વલસાડના ઉમરગામ તાલુકા ખાતે કોંગ્રેસ નેતા અનંત પટેલ દ્વારા જન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકામાં રોજગાર જમીન અને પડતર પ્રશ્નોને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા સાથે વાતચીત કરતા અનંત પટેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને સાથે મળીને ચૂંટણી લડશે.

સ્થાનિકોને અન્યાય
છેલ્લા ઘણા સમયથી ઉમરગામ તાલુકા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં કર્મચારીઓને હેરાનગતિ સાથે જ સ્થાનિકોની જમીન કબજો કરી લેવું અને જીઆઇડીસીમાં સ્થાનિકોને રોજગાર ન આપવા અને સ્થાનિકોને અન્યાય થતો હોવાની બાબતને લઈને ઉમરગામ તાલુકા વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરગામના અકરામારુતિ તળાવથી મામલતદાર કચેરી સુધી આ રેલી યોજાઇ હતી.

આ પણ વાંચો: સોના-ચાંદીના ભાવે ખિસ્સાને ડામ દીધો, ભાવ ₹. 80,000ને પાર

બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો
મોટી સંખ્યામાં સ્થાનિકો આ રેલીમાં જોડાયા હતા અને મામલતદાર ઉમરગામ ને આવેદનપત્ર પાઠવ્યું હતું. અનંત પટેલ દ્વારા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પક્ષ સાથે મળી ને ચૂંટણી લડશે. બંને પક્ષ દ્વારા જો અલગ અલગ ચૂંટણી લડવામાં આવશે તો બંને પક્ષને નુકસાન થશે. જેથી બંને સાથે મળીને સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. આ સમગ્ર બાબતને લઈને બંને પક્ષના મોવડી મંડળ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બંને પક્ષો સાથે ચૂંટણી લડશે. તેઓ આશાવાદ અનંત પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.