“મને બે મહાપુરુષોનો અમૂલ્ય વારસો મળ્યો”, અનંત અંબાણીએ જામનગરને લગતા સપના પૂરા કરવાનું આપ્યું વચન
Jamnagar: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની જામનગર રિફાઈનરીએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે જામનગરમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાણી પરિવાર સહિત રિફાઈનરીના કર્મચારીઓ અને તેમના પરિવારજનો હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમને લઈ અનંત અંબાણીએ કર્મચારીઓ અને પરિવારના સભ્યોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે દાદા ધીરુભાઈ અંબાણીએ જામનગરમાં વિશ્વની ટોચની રિફાઈનરી બનાવવાનું સપનું જોયું હતું. અનંત અંબાણીએ પોતાના સંબોધનમાં પશુ-પક્ષીઓ અને વનતારા પ્રત્યેના પ્રેમ વિશે પણ વાત કરી હતી. જામનગરને લઈને પિતાનું સ્વપ્ન પૂરું કરવાનું વચન આપ્યું. અનંત અંબાણી ઉપરાંત મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને ઈશા અંબાણીએ પણ આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.
Shri Anant Ambani, Director, Reliance Industries Limited talks about his love for animals and Vantara. He promises to fulfill his fathers dreams about Jamnagar while addressing employees in Jamnagar on the occasion of celebrating 25 years of Jamnagar refinery pic.twitter.com/44FNUkg43p
— Reliance Industries Limited (@RIL_Updates) January 4, 2025
અનંત અંબાણીએ કહ્યું, ‘મારા પરમ પૂજનીય દાદા ધીરુભાઈ અંબાણીએ એક સપનું જોયું હતું. તેઓ એક રિફાઇનરી બનાવવા માંગતા હતા જે સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ હશે. 25 વર્ષ પહેલા મારા દાદાના જીવનકાળ દરમિયાન મારા પિતા મુકેશ ભાઈએ ધીરુભાઈ અંબાણીના આ સ્વપ્નને સાકાર કર્યું હતું. આજે હું આભારી છું. આવા બે મહાપુરુષોનો અમૂલ્ય વારસો મને મળ્યો તે બદલ હું આભારી છું. આજે આ શુભ દિવસે, હું મારા પિતાને સંકલ્પ અને વચન આપું છું કે હું જામનગરને લગતા તમામ સપના સાકાર કરીશ અને બીજી એક વાત, મારી માતાએ મને જે રીતે પ્રાણીઓ અને પક્ષીઓને પ્રેમ કરવાનું શીખવ્યું છે. તમે વનતારામાંથી પ્રેરણા લો અને તે જ રીતે તમામ પ્રાણીઓને પ્રેમ કરો. વનતારાએ સાબિત કર્યું છે કે રિલાયન્સ પ્રાણીઓ અને પક્ષીઓની એટલી જ કાળજી રાખે છે જેટલી તે માણસોની સંભાળ રાખે છે. વનતારા એ રિલાયન્સની ‘વી કેર’ ફિલોસોફીનું જીવંત ઉદાહરણ છે. મને પૂરો વિશ્વાસ છે કે 25 વર્ષ પછી જ્યારે ભારતની આઝાદીની શતાબ્દી ઉજવાશે ત્યારે આપણે સૌ સાથે મળીને જામનગરની ગરિમા અને ગૌરવને નવી ઊંચાઈએ લઈ જઈશું.