વાનખેડેમાં અનંત અંબાણી અને રાધિકાની ‘સુંદર ક્ષણ’ કેમેરામાં કેદ થઈ, વીડિયો થયો વાયરલ

IPL 2025: આઈપીએલમાં તમામ મેચ જોરશોરથી રમાઈ રહી છે. ત્યારે ગઈકાલે મુંબઈ અને ચેન્નાઈની મેચ હતી. જેમાં મુંબઈની ટીમની શાનદાર જીત થઈ હતી. આ જીત બાદ મુંબઈની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ગયું છે. આ મેચ પછી રાધિકા સ્ટેડિયમમાં ઘણી મેચો જોતી પણ જોવા મળી છે. આ સિઝનમાં બંને મેચ જોતા હોય તેવો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ પણ વાંચો: સુરત અમરોલી પોલીસે પકડી પાડ્યું 16 લાખથી વધુનું નકલી શેમ્પુ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ
ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું હતું આ મેચ જોવા માટે અનંત અને રાધિકા પણ સ્ટેડિયમમાં આવ્યા હતા. આ સમયે બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. મેચ દરમિયાનની તેમની સુંદર ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગઈકાલની મેચ બાદ મુંબઈની ટીમ જીતના ટ્રેક પર પરત ફરી હોય તેવું જોવા મળી રહ્યું છે. રોહિતે ચેન્નાઈ સામે 45 બોલમાં અણનમ 76 રન બનાવ્યા હતા. જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.