આણંદ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન, 8 બાંગ્લાદેશી લોકો બિનઅધિકૃત રીતે મળ્યા

આણંદ: આણંદ પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન 8 બાંગ્લાદેશી લોકો બિનઅધિકૃત રીતે મળી આવ્યા છે. ત્યારે 8 બાંગ્લાદેશીઓને કાયદેસર રીતે ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાંગ્લાદેશી લોકોને શોધવા આણંદ જિલ્લામાં પણ હવે પોલીસનું સર્ચ ઓપરેશન શરૂ થયું છે. અલગ અલગ ટીમો દ્વારા બિન ભારતીયોને ઝડપવા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.
આણંદ ટાઉનમાં 88, વિધાનગર 10, બોરસદમાંથી 39ને રાઉન્ડઅપ કરાયા છે. ખંભાતમાંથી 145, શંકાસ્પદ લોકો મળી કુલ 308ને રાઉન્ડઅપ કરાયા છે. પોલીસની ટીમો દ્વારા સઘન ચેકીંગથી ગેરકાયદેસર રહેતા લોકો ભૂગર્ભમાં જતા રહ્યા છે. બોરસદમાં મોટાભાગે સોનીની દુકાનોમાં બંગાળી કારીગરો કામ કરે છે. હાલ પોલીસ દ્વારા 4થી વધુ શહેરોમાં વેરિફિકેશન ચાલી રહ્યું છે. વેરિફિકેશન પૂર્ણ થયા બાદ સચોટ માહિતી સામે આવશે.