કરમસદના પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસ, 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કર્યો
આણંદઃ સમગ્ર રાજ્યમાં હાલ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે આણંદ જિલ્લામાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લાના કરમસદમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે.
જિલ્લા શિક્ષણ અધિકારી બોર્ડની પરીક્ષા દરમિયાન મુલાકાતે આવ્યા હતા. ત્યારે એક અજાણ્યો શખસ બારીમાંથી પ્રશ્નોના જવાબો લખાવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને જોઈને યુવક ભાગી ગયો હતો.
ત્યારે આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક પગલાં લીધા છે. સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલમાં હાજર બોર્ડની પરીક્ષાના તમામ સ્ટાફ પર આકરા પગલાં લીધા છે. તમામ 50 લોકોના સ્ટાફને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાંખ્યો છે. આ ઉપરાંત આજની પરીક્ષા નવા સ્ટાફ સાથે લેવામાં આવશે તેમ જણાવ્યું છે.