આણંદ કલેક્ટર કચેરી વિવાદમાં, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આણંદઃ જિલ્લાની કલેક્ટર કચેરી ફરી વિવાદમાં આવી છે. કચેરીમાં પૈસાથી દાખલો કઢાવી આપવાનો વેપલો ખુલ્લો પડ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અધિકારીઓએ વચેટિયા રાખ્યા હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે.
વાયરલ થયેલા વીડિયોમાં મામલતદાર કચેરીમાં 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું જાતિ અને આવકના દાખલા માટે પણ આણંદ મામલતદાર કચેરીમાં નિયમોનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ મામલે જાગૃત નાગરિકે હાલાકી અંગેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, 1800 રૂપિયામાં દાખલો કાઢી આપવામાં આવી રહ્યો છે. કોઈપણ દસ્તાવેજ વગર દાખલો કાઢી આપ્યો છે. રૂપિયામાંથી મહિલાનો આગળ પૈસા આપવાના હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સવાલ ઉભો થયો છે કે, શું આણંદ કલેકટર કચેરીમાં સરકારી કામગીરીનું ભાવપત્રક નક્કી કરવામાં આવ્યું છે?