આણંદમાં 67 વર્ષીય વૃદ્વા પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીઓ 51 હજાર લૂંટીને ફરાર
આણંદઃ જિલ્લામાં એક વૃદ્ધ મહિલા પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, મોગરી ગામમાં આ પ્રકારની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે, 30 ડિસેમ્બરે મોડી રાતે મોગરી ગામમાં આ ઘટના બની હતી. જેમાં ગાજીયા ભાગોળ વિસ્તારમાં પતિ-પુત્રના મોત બાદ એકલવાયું જીવન જીવતા સવિતાબેન નામના 67 વર્ષીય વૃદ્ધ સાથે આ ઘટની બની હતી. જેમાં ઘટનાને અંજામ આપીને 51 હજારની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસે મૃતક સવિતાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. આ મામલે વિદ્યાનગર પોલીસે લૂંટ, રેપ અને મર્ડરનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ માટે વિદ્યાનગર પોલીસ અને LCBની 3 ટિમો આરોપીઓની શોધમાં લાગી ગઈ છે.