November 27, 2024

નોઈડામાં AMULનાં આઈસ્ક્રીમમાંથી નીકળ્યો વંદો, તમામ દુકાન પર પ્રતિબંધ

Amul: નોઈડામાં એક આઈસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો. અમૂલ કંપનીએ ડિલિવરી એપથી મંગાવેલા આઈસ્ક્રીમમાં વંદો નીકળતા કાર્યવાહી કરી છે. તે દુકાનના તમામ આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ હાલ મૂકી દેવામાં આવ્યો છે.

કાર્યવાહી કરવામાં આવી
અમૂલ કંપનીએ ડિલિવરી એપથી મંગાવેલા આઈસ્ક્રીમમાં વંદો નિકળતાની સાથે કાર્યવાહી કરી છે. સોમવારે મહિલા ગ્રાહક પાસેથી આ આઈસ્ક્રીમ ફરી મંગાવ્યું અને કંપનીનું આ વિશે કહેવું છે કે અમે આ આઈસ્ક્રીમ કપની તપાસ કરીશું. મહિલા દાવો કરી રહી છે કે, તેના આઈસ્ક્રીમમાંથી વંદો નિકળ્યો છે. આ વિશે ફૂડ સેફ્ટી અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓએ આ બાબતે તપાસ શરૂ કરી છે.

 

વેચાણ પર પ્રતિબંધ
મામલાની માહિતી મળતાની સાથે જ ફૂડ એન્ડ સપ્લાય ડિપાર્ટમેન્ટની ટીમ જે તે સ્થળ પર પહોંચી હતી. જે બાદ આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તમામ આઈસ્ક્રીમના વેચાણ પર પ્રતિબંધ હાલ લગાવી દીધો છે. ત્યારબાદ આઈસ્ક્રીમના નમૂનાનું પરીક્ષણ કરાશે. આઈસ્ક્રીમ બનાવતી કંપની અને ડિલિવરી એપ સામે કેસ પણ કરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે.

આ પણ વાંચો: જાણો દેશમાં ક્યારે થઈ છે મોટી રેલ દુર્ઘટનાઓ, એક અકસ્માતમાં 293 લોકો મર્યા હતા!

શું હતી સમગ્ર ઘટના?
નોઈડાના સેક્ટર-12ની રહેવાસી દીપા દેવીએ બાળકો માટે મેંગો શેક બનાવવા માટે ઈન્સ્ટન્ટ ડિલિવરી એપ પરથી આઈસ્ક્રીમ મંગાવ્યો હતો. આઈસ્ક્રીમનું ઢાંકણું ખોલ્યું. તેમાં એક વંદો ચાલતો જોવા મળ્યો હતો. જે બાદ એપના હેલ્પલાઈન નંબર પર આ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જોકે કંપનીએ પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો અને આઈસ્ક્રીમના પૈસા પરત કરી દીધા હતા.