December 12, 2024

અમરેલીના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની પજવણીનો વીડિયો થયો વાયરલ

Amreli News: અમરેલીના ગીરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થયો છે. 8 થી 9 સિંહોના ગૃપને જોવા લોકોના ટોળું એકઠું થયું હતું. સિંહના ટોળાને કાચા રસ્તા પર બંને બાજુથી ઘેરી લેતા એક સિંહબાળ લોકોની પાછળ દોડ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીની CMOએ લીધી ગંભીર નોંધ

સિંહોની કરવામાં આવે છે પજવણી
અમરેલી જિલ્લામાં અવાર-નવાર સિંહના ટોળા જોવા મળે છે. નવ સિંહના ગ્રુપમાંથી એક સિંહબાળ સિંહ જોનાર ટીકરખોળોની સામે દોડતા અફડા તફડી મચી ગઈ હતી. ગીરના ગામડાઓમાં ટીકલ ખોરો દ્વારા અવાર નવાર સિંહોની પજવણી કરવામાં આવે છે. બીજી બાજૂ ગામડાઓમાં રાત્રિના સમયમાં સિંહોની પજવણી થતી હોવાનું સામે તો આવે છે પરંતુ વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.