December 22, 2024

અમરેલી: દોઢ વર્ષની બાળકી આરોહીને બચાવવા NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન

અમરેલીઃ બોરવેલ બનાવ્યા બાદ તેનો યોગ્ય નિકાલ ન કરવાથી કોઈ બાળક તેમાં પડી જાય તેવી ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે અમરેલી જિલ્લાના સુરાગપુર ગામમાં બોરવેલમાં બાળકી પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં દોઢ વર્ષની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી.

મળતી માહિતી પ્રમાણે, સુરાગપુર ગામમાં બોરવેલમાં બાળકી પડી ગઈ હતી. વાડી વિસ્તારમાં ખેત મજૂરની બાળકી બોરવેલમાં પડી ગઈ હતી. દોઢ વર્ષની આરોહી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. હાલ બોરવેલમાં કેમેરા ઉતારીને બાળકી પર સતત નજર રાખવામાં આવી રહી છે.

દોઢ વર્ષની બાળકી આરોહીને બચાવવા NDRF ટિમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ દીધું છે. નોંધનીય છે કે, આરોહી બપોરે 12 વાગ્યે બોરવેલમાં પડી હતી અને બાદ છેલ્લા 9 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ દેવામાં આવ્યું છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડના જવાનોના પ્રયાસ બાદ NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ શરૂ કરી દીધું છે. તંત્ર દ્વારા બાળકી આરોહીને બચાવવા અથાગ પ્રયત્ન ચાલી રહ્યા છે.

ત્યારે આ ઘટનાની જાણ થતાં જ 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ બાળકીને બોરવેલમાં ઓક્સિજન આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ સિવાય ફાયરવિભાગને પણ આ ઘટનાની જાણ કરવામાં આવતા. તેમની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકીના રેસ્ક્યૂ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બાળકીનું નામ આરોહી હોવાનું જાણવા મળ્યું છે. જે 500 ફૂટ ઉંડા બોરવેલમાં ખાબકી છે. અમરેલીના સૂરજપુરા ગામે આ ઘટના બની છે. ટીમ 6NDRF 1355 કલાકે બોરવેલ બચાવ કામગીરી માટે RRC ગાંધીનગરથી ઘટના સ્થળે ખસેડવામાં આવી.

આ ઘટનાને પગલે અમરેલીના સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઘટનાસ્થળે પહોંચ્યા છે. લાઠી પ્રાંત અધિકારી તથા મામલતદાર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. તંત્ર હાલ બાળકીને બહાર કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. રાજુલાથી યંત્ર રોબોટની ટીમ પણ બનાવવામાં આવી છે.