News 360
April 12, 2025
Breaking News

અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું

અમરેલી: અમરેલી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા અનેક વખત સનાતન ધર્મના હિન્દુ દેવી દેવતાઓ પર ટીકા ટિપ્પણી તેમજ પુસ્તકોમાં અર્થહીન પાયાવિહોણી વાતોને લઈને બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળ્યો છે.

સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્યદેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ભગવાન શ્રી પરશુરામ સમગ્ર જગતમાં પૂજનીય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના લીલા ચરિત્રની વાતો નામના પુસ્તકમાં ભગવાન શ્રી પરશુરામ વિશે અર્થહીન પાયાવિહોણી વાતો લખેલ હોય તેના વિરોધમાં સમગ્ર બ્રહ્મ સમાજ તેમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.