April 3, 2025

અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારના રોડ-રસ્તા ખખડધજ, વારંવાર રજૂઆત છતાં તંત્ર નિંદ્રામાં!

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના મહત્વના અને ગામ્ય વિસ્તારના મોટાભાગના રોડ-રસ્તાઓ બિસ્માર બન્યા બની ગયા છે. સાવરકુંડલાથી ખાંભા, રાજુલા, પીપાવાવ સહિત જવાના રોડ બિસ્માર બન્યા છે અને ઠેર ઠેર ખાડારાજ નિર્માણ પામ્યું હોય તેમ કમરતોડ માર્ગ થઈ જતા વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાથી ખાંભા, રાજુલાને જોડતો સ્ટેટ હાઇવેના મુખ્ય માર્ગ પર ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે અને ખખડધજ બની ગયો છે. ત્યારે વાહનચાલકો પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના માલેકનેસથી હનુમાનપુર, તેમજ ખાંભાથી નાના વિસાવદર જવાનો માર્ગ ખખડધજ હોવાથી વાહનો અકસ્માતે ભોગ બની છે.

અમરેલી જિલ્લાના મહત્વના રોડ તેમજ ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બિસ્માર બન્યા છે અને અવારનવાર વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન બન્યા છે. ત્યારે સાવરકુંડલાથી ખાંભા, રાજુલા, પીપાવાવ જતા રાહદારીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠે છે. આ માર્ગ ખરબચડો બની જતા તંત્રની લાપરવાહીની પોલ ખુલી જવા પામી છે અને તંત્ર આવી કમરતોડ રસ્તાની મરામત વહેલી તકે નહીં કરે તો અનેક અકસ્માતો આ માર્ગ પર સર્જાવાની ગંભીર દહેશતો સર્જાઈ છે.

અમરેલી જિલ્લાના મહત્વના ગણાતા રોડ રસ્તાઓ બીમાર બનતા વાહનચાલકો પરેશાન બન્યા છે. ત્યારે સાવરકુંડલાથી ખાંભા, રાજુલા, પીપાવાવ જવાનો રોડ અતિબિસ્માર બન્યો છે. આ રોડ બનાવવા અને અનેકવાર રજૂઆત કરી છે. તંત્ર દ્વારા વહેલી તકે આ બિસ્માર રોડનું રીપેરીંગ કરવામાં આવે અથવા નવો બનાવવામાં આવે તેવી માગ ભાડ ગામના માજી સરપંચ નવનીતભાઈ અકબરી દ્વારા કરવામાં આવી હતી.