અમરેલીમાં શિક્ષણ જગત થયું શર્મસાર, શિક્ષકે શાળાની બે વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: અમરેલી શહેરની એક પ્રાથમિક શાળાના શિક્ષક દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી બે બાળકી ઉપર શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાતા શિક્ષણજગતમાં લાંચન લાગ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતી કલાકાર દેવાયત ખવડની કાર પર હુમલાની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી

શિક્ષકના પુરાવા એકત્ર
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાય છે. અમરેલીની એક પ્રાથમિક શાળામાં શિક્ષક મહેન્દ્ર કાબઠીયા દ્વારા ધોરણ 4માં અભ્યાસ કરતી હતી. 9 વર્ષની બે બાળકી સાથે છેલ્લા કેટલાક દિવસથી શારીરિક દુષ્કર્મ આચરતા હતા. જે ભોગ બનનારના પરિવારને જાણ કરતા સ્કૂલમાં સંતાય ચેક કરતા દીકરી શિક્ષકના ઓફિસમાં રૂમમાં મળી આવી હતી. ઘટનાની જાણ અમરેલી રૂલર પોલીસને થતા પોલીસ દોડી પહોંચી હતી. ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આરોપી શિક્ષકની પોલીસએ ધરપકડ કરવામાં આવી છે. એફ.એસ.એલ.ટીમની પણ મદદ લેવામાં આવી છે. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે. ભોગબનનાર દ્વારા કેવી રીતે દુષ્કર્મ શિક્ષક આચરતો હતો તેને લઈ વધુ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. હાલ પોલીસ શિક્ષકના પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.