અમરેલીમાં ન્યૂઝ કેપિટલ ઇમ્પેક્ટ, મોભનેસ ડેમમાં બે દિવસમાં સિંચાઈનું પાણી છોડવામાં આવશે

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના ખાંભા પાસે આવેલા મોભનેસ ડેમ નીચેના ખેડૂતોને સિંચાઈ અર્થે વહેલી તકે પાણી છોડવા માટે ખાંભા તેમજ દાઢીયાળી, ગીનિયા, બગોયા સહિત ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી. ત્યારબાદ ન્યૂઝ કેપિટલ દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવતા બે દિવસમાં સિંચાઈ વિભાગ દ્વારા મોભનેસ ડેમોમાંથી ધાતરવડી નદીમાં પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ન્યૂઝ કેપિટલના અહેવાલની ઇફેક્ટ જોવા મળી હતી.
ખાંભા પાસે આવેલા મોભનેસ ડેમ નીચે ખાંભાના 70થી 80 ખેડૂતો તેમજ દાઢીયારી, ગીણીયા ,બગોયા ગામના ખેડૂતોની વાડી આવેલી હોય ત્યારે હાલ શિયાળુ ઘઉં, ચણા, ડુંગળી સહિત પાક તૈયાર હોય છે. છેલ્લે છેલ્લે કૂવા અને દાળમાં પાણીની ઘટ આવેલા હોવાથી પિયત માટે પાણીની અછત ઊભી થઈ છે. ત્યારે વહેલી તકે મોભનેસ ડેમમાંથી પાણી છોડવામાં માગ કરવામાં આવી હતી. ત્યારે ન્યૂઝ કેપિટલ ખેડૂતોની વ્હારે આવ્યું હતું. મોભનેસ ડેમમાંથી ખેડૂતોને પિયત માટે પાણી છોડવા માટે ન્યૂઝ કેપિટલ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા સિંચાઈ વિભાગ દ્વારા બે દિવસ બાદ જ મોભનેસ ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતોએ ન્યૂઝ કેપિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.
ખાંભા સરપંચ સહિત ખેડૂતો મોભનેસ ડેમ ખાતે પહોંચ્યા અને સિંચાઈ વિભાગ દ્વારા મોભનેસ ડેમમાંથી પિયત માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળે હતી. ત્યારે મોભનેસ ડેમમાંથી ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવે તો ખાંભાના 80થી વધારે ખેડૂતો અને દાઢીયારી, ગીણિયા, બગોયા ગામના આસપાસના ખેડૂતોને પાણી મળવાથી લાભ થઈ શકે તેમ હતો.
પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી અને શિયાળુ પાક લણણી પર છે. એક પાણી માટે થઈ ખેડૂતોનું શિયાળો પાળું બગડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે તે માટે પાણી છોડવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા અમારી વિનંતી ગ્રાહ્ય રાખી અને મોભનેસ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. તે માટે ન્યૂઝ કેપિટલનો પણ ખૂબ ખૂબ આભાર ખાંભા ગામના સરપંચ બાભભાઈ સહિત ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા એક મહિનાથી ખાંભા તેમજ દાઢીયારી ગામના 80 વધારે ખેડૂતોની મોભનેસ ડેમમાંથી પાણી છોડવા માટે રજૂઆતો આવેલી હતી. મોભનેસ ડેમમાંથી ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને પાણીની અછત ઊભી ન થાય તેવી પરિસ્થિતિ હતી. તેમને ધ્યાને તાત્કાલિક ગાંધીનગર ખાતે મંજૂરી માટે મોકલેલું હતું. ગાંધીનગર ખાતેથી અત્યારે જ મંજૂરી આવતા તાત્કાલિક મોભનેસ ડેમમાંથી પાણી છોડી અને ખેડૂતોની માગણી પૂર્ણ કરવામાં આવી છે.