November 24, 2024

બેન્કમાંથી રૂપિયા ઉપાડીને જતા બે યુવકો સાથે 1.90 લાખની લૂંટ, 4 આરોપીની ધરપકડ

દશરથ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના લીલીયાના કુતાણા અને ક્રાંકચ ગામ વચ્ચે ગઈ કાલે ખેડૂત ફુવા-ભત્રીજા બેન્કમાંથી 1.90 લાખ ઉપાડીને જતા વેળા રસ્તામાં 4 શખ્સોએ લૂંટ ચલાવી હતી. લીલીયા પોલીસમાં ગુનો નોંધાતાની સાથે લીલીયા પોલીસે ગણતરીની કલાકોમાં જ નાકાબંધી અને સીસીટીવી ફૂટેજ આધારે 4 લુંટારૂને પકડી પાડવામાં સફળતા મળી હતી.

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની એસબીઆઈ બેન્કમાંથી મનોજભાઈ રામજીભાઈ માંગરોળીયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઇ માંગરોળીયા 1.90 લાખની રકમ લઈ પોતાના ઘર તરફ જતા હતા. ત્યારે ક્રાંકચથી ભોરિંગડા જવાના કાચા માર્ગ પર બે શખ્સો બાઈક પર આવે છે અને કેમ મારી ઉપર કાતર મારે છે, કેમ જોવે છે અને ઝઘડો કરી બાઈક ઉભી રાખી અને પથ્થર મારી અને ખેડૂત સાથે રહેલ બેન્કમાં પૈસા હતા. જે લૂંટીને ભોરીંગડા જવાના રસ્તા પર બંને શખ્સો થઈ ગયા હતા અને મનોજભાઈ રામજીભાઈ માંગરોળીયા અને તેમનો ભત્રીજો ભવ્ય મનસુખભાઇ માંગરોળીયા ઇજાગ્રસ્ત હાલતમાં લીલીયા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

લીલીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા લીલીયા પોલીસે તાત્કાલિક જિલ્લા કંટ્રોલને ધ્યાને લઈ પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી. એસબીઆઇ બેન્ક, દુકાનો સહિત સીસીટીવી કેમેરાની તપાસ કાર્યવાહી કરતા અને ફરિયાદી પાસેથી ક્યા કલરના શર્ટ પહેર્યાની તપાસ અને ઇમર્જન્સી ટેકનોલોજી સર્વિસના આધારે નક્કી થયેલું કે ટીબડી ગામના વિજયભાઈ બારૈયા પોલીસ તપાસમાં આઇડેન્ટીફાઈ થયો હતો અને લીલીયા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી હતી.

વિજય બારૈયા સાથે અન્ય ૩ શખ્સો આવ્યા હતા અને લૂંટ કરી ગુનો કર્યો હતો. ત્યારબાદ વિજય બારૈયાની સાથે હરકિશન ખાસિયા, માહિર શા અને સરફરાજ ગોહિલ સહિત ચારેય શખ્સોને પોલીસે અટકાયત કરી ઝડપી પાડ્યા હતા. એમની પાસેથી પોલીસે 1.54 લાખ રોકડા રિકવર કર્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલા બે બાઈક અને ચાર મોબાઇલ પોલીસે કબજે કર્યા હતા. બાકીની રકમ કોને આપી છે અને શું ઉપયોગ કર્યો છે, તે તપાસ હાથ ધરવામાં આવી હોવાનું ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું.