લાઠી તાલુકાના હાવતડ-ઇગોરાળા ગામ વચ્ચે અકસ્માત, બે પુરુષ સહિત એક બાળકીનું મોત

અમરેલીઃ જિલ્લાના લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, રિક્ષા અને મોટર સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે પુરુષ સહિત એક બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થતા અમરેલીમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ખારાના દેવીપૂજક પરિવાર મોટર સાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં જગદીશભાઈ વાઘેલા, દીનેશભાઇ વાઘેલા અને રાજલ વાઘેલાનું મોત નીપજ્યું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને દામનગર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.