અમરેલી સહિત ગીર ગઢડામાં ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.7
અમરેલીઃ જિલ્લામાં સમી સાંજે ધરતી ધ્રુજી ઉઠી છે. સાંજના સમયે 5.16 વાગ્યે અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ઉલ્લેખનીય છે કે, ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, અમરેલીથી 41 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધવામાં આવી છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
અમરેલી જિલ્લાના અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા, લીલીયા, ધારી સહિતના તાલુકાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. અવાજ સાથે ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર નીકળી પડ્યા હતા અને લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ગીર ગઢડામાં ભૂકંપનો આંચકો
ગીર ગઢડામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગીર ગઢડા તાલુકાના શાણા વાંકિયા અને આસપાસના વિસ્તારમાં ધરા ધ્રુજી છે. ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે.