September 17, 2024

ધારીના મોરજર ગામે સિંહનો શિકાર, ગામમાંથી ઢસડીને જંગલમાં લઈ ગયો

અમરેલીઃ સિંહનું અભ્યારણ્ય નજીક હોવાથી જંગલ વિસ્તારની આસપાસના ઘણાં ગામોમાં સિંહ આંટાફેરા મારતા હોય છે. ત્યારે અમરેલીના ધારી તાલુકાના મોરજર ગામે આવી જ એક ઘટના સામે આવી છે.

ધારીના મોરજર ગામે ડાલામથ્થો સિંહ ત્રાટક્યો છે. મોડી રાત્રે ડાલામથ્થા સિંહે મોરજર ગામની શેરીમાં લટાર મારી છે અને આરામ ફરમાવતા પશુનો શિકાર પણ કર્યો છે.

સિંહનો લાઈવ શિકાર કરતો વીડિયો મોબાઇલમાં કેદ થયો છે. સિંહે શિકાર કરી શિકારને જંગલ તરફ લઈ જતો વીડિયો મોબાઇલમાં કેદ થયો છે. નાના એવા ગામમાં સિંહોના આગમનથી ભયનું વાતાવરણ પેદા થયું છે.