અમરેલીના બગસરામાં રિલ બનાવવાની ઘેલછામાં સગીરે ગટગટાવી ઝેરી દવા
Amreli Crime: આજના સમયમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. સોશિયલ મીડિયાની પાછળ આજના સમયમાં યુવાનો ગાંડા થયા છે. આ વચ્ચે અમરેલી જિલ્લામાં ચોંકાવનારો બન્યો કિસ્સો રિલ બનાવવાની ઘેલછામા બાળકે ઝેરી દવાને ગટગટાવી લીધી છે.
આ પણ વાંચો: યાત્રાધામ અંબાજી મંદિરને પતંગોથી શણગારવામાં આવ્યું, પતંગ ઉપર લખ્યું જય અંબે
દવા પી લેવાનું જાણવા મળ્યું
અમરેલી જિલ્લામાં આવેલા બગસરાના ખેતમજૂરના 15 વર્ષના બાળકે રિલ્સ બનાવવાની ઘેલછામાં ઝેરી દવા ગટગટાવી છે. ખેતરમાં પાકમાં વપરાતી ઝેરી દવા પી લેતા પરિજનોને જાણ કરી હતી. 15 વર્ષના બાળકને તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ ખસેડવામાં આવ્યો છે. બાળકના મોબાઈલ માંથી રિલ્સ મળી આવતા દવા પી લેવાનું જાણવા મળ્યું છે.