News Capital Reality Check:અમરેલીમાં ખડાધાર સહિત 19 ગામ્ય મથકની હોસ્પિટલમાં એક પણ કાયમી ડોક્ટર નથી

દશરથસિંહ રાઠોડ, અમરેલી જિલ્લાના ખાંભાના ખડાધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ન્યૂઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા ખડાધાર સામુહિક આરોગ્ય કેન્દ્ર લાખો રૂપિયાના ખર્ચે નવી બનાવેલ બિલ્ડીંગમાં સુવિધાઓ બધી જ છે. પરંતુ ખડાધાર સહિત 19 ગામ્ય મથકની હોસ્પિટલમાં એક પણ કાયમી ડોક્ટર નથી. જેન્ટ્સ અને લેડીસ સુપરવાઇઝરની જગ્યા પણ ખાલી જોવા મળી હતી અને નર્સ ની જગ્યા પણ ખાલી છે. ત્યારે ડોકટર ન હોવાથી દર્દીઓને કલાકો સુધી બેસવું પડે છે. જેના કારણે દર્દીઓને છૂટક સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો છે. આવતા દિવસોમાં કાયમી ડોક્ટર સહિત સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ખાનગી દવાખાનામાં મોંઘી સારવાર
ખાંભા તાલુકો ગીર કાંઠાનો છેવાડાનો પછાત તાલુકો માનવામાં આવે છે. ત્યારે ખડાધારની મહત્વની ગણાતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક ડોકટર, બે સુપરવાઈઝર સહિતના લેબટેક્નિશયન , એક્સરે ટેક્નિશયન અને નર્સિંગ સ્ટાફનું મહેકમ હોવાથી આસપાસના 19 ગામડાઓ માંથી દર્દીઓ અને ડીલીવરીના કેસો તથા સ્ટેટ હાઇવે પર અવાર નવાર બનતા અકસ્માતના દર્દીઓ હોસ્પિટલમાં મોટી આશાઓ સાથે આવતા હોય છે. પરંતુ 19 ગામ્યની હોસ્પિટલમાં કાયમી એક પણ ડોક્ટર ન હોવાથી દર્દીઓ અને ખેડૂતો માલધારીઓ પોતાના કામ ધંધા મૂકીને હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. પરંતુ અન્ય ડોક્ટર હોસ્પિટલમાં હાજર ન હોવાથી કલાકો સુધી બેસતા હોય છે અને વારો આવતો ન હોય ત્યારે ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. દર્દીઓ રામ ભરોસે રહેતા હોય જેથી ખાનગી દવાખાનામાં મોંઘી સારવાર લેવા માટે મજબૂર બની રહ્યા છે.

દર્દીઓને સારવાર મળી રહી નથી
ખાંભા તાલુકાના ખડાધાર સહિત 19 ગામ વચ્ચે એક માત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક ડોકટર ઓપીડી પર હાજર હોય છે અને દરરોજની 50 થી 60 ઓપીડી ખડાધારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળે છે અને દર્દીઓને સારવાર ન મળતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખડાધાર તેમજ ગામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. કલાકો સુધી ઉભા રહેવુ પડતું હોય છે અને ઉપલા અધિકારી દ્વારા અન્ય ડોકટરને વારામાં મુકવામાં આવ્યા તે અનિયમિત હોવાથી ખડાધારની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ આવતા નથી. ખડાધારની સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓપીડીમાં હજુ વધારો થાય એમ છે. પરંતુ કાયમી ડોક્ટર આપવા માંગણીમાં ઊઠવા પામી છે.

આ પણ વાંચો: News Capital Reality Check: ભાવનગરમાં દર્દીઓને નથી મળી રહી આરોગ્યની સુવિધાઓ, લોકોને થઈ રહી છે હાલાકી

મેડિકલ દવાનો જથ્થો
ખડાધાર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ સરકાર દ્વારા 50 લાખના ખર્ચ બનાવવામાં આવ્યું છે. ત્યારે ખડાધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હાલ મેડિકલ ઓફિસરની જગ્યા, બે સ્ટાફ નર્સની જગ્યા, બે સુપરવાઇઝરની જગ્યા સહિત જગ્યાઓ ખાલી છે. 19 ગામડાઓનું એકમાત્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યારે પછાત અને ગીર બોર્ડરના ગામડાઓ આવતા હોવાથી દર્દીઓ ને સારવાર મળતી નથી. ડોક્ટર ન હોવાથી દર્દીઓને અમરેલી,રાજકોટ, ભાવનગર ખાતે મોંઘી અને ખર્ચા સારવાર લેવા મજબૂરી થાય છે. તેમજ સરકાર દ્વારા ફાળવવામાં આવતો મેડિકલ દવાનો જથ્થો છે તે ઉપયોગ વગરનો પડ્યો રહે છે. સરકાર દ્વારા કે લોકોને દર્દીઓને સારવાર મળવી જોઈએ તે મળતી નથી આ બાબતે ધારાસભ્ય તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ અને સાંસદ ભરતભાઈ સુતરીયા દ્વારા અમારા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી ડોક્ટર સહિત સ્ટાફ ભરવામાં આવે તેવી અમારી માંગ છે.