December 23, 2024

અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને મુંબઈમાં ખરીદ્યા 10 ફ્લેટ, જાણો કિંમત

Amitabh Bachchan: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પ્રોપર્ટીમાં મોટાપાયે રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે અમિતાભ-અભિષેકે મુંબઈના મુલુંડમાં 10 ફ્લેટ ખરીદ્યા છે. તેની કિંમત લગભગ 24.95 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તમામ એપાર્ટમેન્ટ ખરીદવામાં આવ્યા
પ્રોપર્ટી રજીસ્ટ્રેશન દસ્તાવેજ પ્રમાણે અમિતાભ અને અભિષેકે ઓબેરોય રિયલ્ટીના પ્રોજેક્ટ ઓબેરોય ઇટર્નિયામાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ પ્રોજેક્ટમાં 3 BHK અને 4 BHK એપાર્ટમેન્ટ્સ આવેલા છે. આ તમામ 10 ફ્લેટ 10,216 સ્ક્વેર ફૂટમાં છે. તમને જણાવી દઈએ કે બચ્ચન પરિવારે 10 ફ્લેટની સાથે 20 કાર પાર્કિંગ સ્પેસ પણ ખરીદી છે. 10 ફ્લેટમાંથી 8 ફ્લેટનો કાર્પેટ એરિયા 1049 ચોરસ ફૂટ છે. પિતા-પુત્રની જોડીએ 10 ફ્લેટ માટે રૂપિયા 1.50 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂપિયા 3 લાખની નોંધણી ફી ચૂકવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક માહિતી પ્રમાણે આ તમામ ફ્લેટનું રજિસ્ટ્રેશન 9 ઓક્ટોબર 2024ના રોજ થયું હતું.

આ પણ વાંચો: અમરોહામાં ચાલતી સ્કૂલ બસ પર ફાયરિંગ, બસમાં સવાર હતા 35 બાળકો

200 કરોડ રૂપિયાનું રોકાણ
એક રિપોર્ટ પ્રમાણે 10માંથી 6 ફ્લેટ અભિષેક બચ્ચને ખરીદ્યા છે. જેની કિંમત 14.77 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અમિતાભ બચ્ચને 4 ફ્લેટ ખરીદ્યા છે. અભિષેક બચ્ચને વર્ષ 2020 થી વર્ષ 2024 વચ્ચે રિયલ એસ્ટેટમાં કુલ 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.