મહેસાણામાં અમિત શાહના આગમનને લઈને દિવાળી જેવો માહોલ, સમગ્ર ગામ ભક્તિમય બન્યું

Amit Shah: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે ગોવર્ધન નાથજી મંદિરમાં મૂર્તિ સ્થાપન કાર્યક્રમમાં હાજર રહેવાના છે. જેના કારણે ગામના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: ભાવનગરમાં પ્લાસ્ટીક મોનો યાનના કારખાનામાં આગ, મોટી સંખ્યામાં પ્લાસ્ટિકનો માલ બળીને ખાખ

જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા
સમગ્ર ગામમાં ગોવર્ધન નાથજી ભગવાનની મૂર્તિ શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં વૈષ્ણવ પરિવાર ઉપરાત મોટી સંખ્યામાં ગામવાસીઓ જોડાયા હતા. સમગ્ર ગામમાં જય કનૈયાલાલ કી હાથીંઘોડા પાલકી , જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા. સમગ્ર ગામની શેરીઓ અને રસ્તા ભક્તિમય બન્યા હતા સમગ્ર ગામ ભક્તિના રંગે રંગાયું હતું. તેમજ શેઠ.જી.સી.હાઇસ્કુલમાં વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે. કાર્યક્રમને પૂર્ણ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દિલ્હી જવા નીકળશે.