January 24, 2025

અમીરગઢના કીડોતરમાં સગીરાનો મૃતદેહ મળી આવ્યો, 15 જાન્યુઆરીએ સગીરા ગુમ થઈ હતી

રતનસિંહ, ઠાકોર, બનાસકાંઠા: અમીરગઢના કીડોતર ગામની સગીરા 15 જાન્યુઆરીએ ગુમ થઈ હતી. જે બાદ તેનો મૃતદેહ આજે કીડોતર ગામની સીમના અવાવરું કુવામાંથી મળી આવ્યો છે. રબારી સમાજની આ સગીરાનું મૃતદેહ મળી આવતાની સાથે જ પરિવારજનો અને રબારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સગીરા સાથે કૃત્ય અને હત્યાના અક્ષેપો સાથે પ્રથમ તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જોકે અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ત્યાર બાદ સમજાવટ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આ સગીરાનું પેનલ પીએમ કરાવાયું હતું.

જોકે મૃતક ના પરિવારજનોની માગ હતી કે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે અને તેમની પર 302ની કલમ લગાવવામાં આવે ત્યારે પરિવાર અને રબારી સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ પાલનપુર સિવિલમાં છ કલાકની લાંબી સમજાવટ બાદ આખરે મૃતકના મૃતદેહને લઈ જવાયો હતો

અમીરગઢ તાલુકાના કિડોતર ગામની સગીરાનો મૃતદેહ ખેડૂતોના અવાવરું કુવામાંથી મળી આવતા વહેલી સવારે રબારી સમાજના ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા અને આરોપીઓને પકડવાની માગ કરી હતી. જોકે સમજાવટ બાદ આ સગીરાના મૃતદેહને પાલનપુર સિવિલમાં લઈ જવાયો હતો. જ્યાં આ પેનલ પીએમ ડોક્ટરો દ્વારા કરાવાયું હતું, ત્યારે પરિવારજનોની માગ હતી કે મૃતકનું અપહરણ કરી અને તેની સાથે અઘટીત કૃત્ય કરી અને હત્યા કરી દેવાયું છે અને આ હત્યારાઓને તાત્કાલિક ઝડપી લેવાય.

પાલનપુર સિવિલમાં આ ઘટનાક્રમ 5થી 6 કલાક ચાલ્યો હતો. એ એસપી સહિત એલસીબી અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને મૃતદેહ સ્વીકાર્યું હતું. જો કે અમીરગઢ પોલીસે એક શકમંદ આરોપીની અટકાયત કરી છે અને કાર્યવાહી હાથ ધરી છે. જોકે પરિવારજનોની માગ હતી કે પોલીસ ફરિયાદમાં 302ની કલમનો ઉમેરો થાય અને આરોપીઓને કડક સજા થવી જોઈએ તેવી માગ સાથે મૃતદેહને સ્વીકાર્યો હતો.