કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કરી વરસાદની આગાહી

Weather Update: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. આ વચ્ચે હવે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટા છવાયો વરસાદથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરી છે.

મળતી માહિતી અનુસાર આજથી રાજ્યમાં પવન સાથે વરસાદની પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે 8 મે સુધી પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતી કાલે રાજ્યના 14 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા કચ્છ , બનાસકાંઠા , પાટણ , મહેસાણા, સાબરકાંઠા , અરવલ્લી , પંચમહાલ , દાહોદમાં વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે છોટા ઉદેપુર , વડોદરા , ભાવનગર , અમરેલી , ગીર સોમનાથમાં છૂટા છવાયાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી છે.

આ પણ વાંચો: સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત