અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા જતા મહેસાણાનો પરિવાર દરિયામાં ડૂબ્યો; બે બાળકોનાં મોત, પતિ-પત્નીની હાલત ગંભીર

મહેસાણાઃ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા જતા મહેસાણાના પરિવાર સાથે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બે બાળકોનાં મોત નીપજ્યા છે. જ્યારે પતિ-પત્નીની હાલત ગંભીર થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે, કૂકરવાડા નજીક આવેલા આનંદપુરા ગામના પરિવાર સાથે દરિયામાં દુર્ઘટના સર્જાઈ છે. કેલિફોર્નિયાના સેન ડિએગો નજીક દરિયામાં બોટ પલટી જતા પરિવાર ડૂબ્યો છે. જેમાં એક જ પરિવારમાં 4 સભ્યો ડૂબ્યા હતા.

તેમાંથી બે બાળકોનાં ડૂબવાથી મોત નીપજ્યા છે. જ્યારે પતિ – પત્નીનો બચાવ થયો છે. હાલ બંનેની હાલત ગંભીર છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વિજાપુરના ડાભલા ગામનો પરિવાર મોતને ભેટ્યો હતો.