અમેરિકાએ હુથીઓ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો, 20 લોકોના મોત

America Airstrikes: અમેરિકાએ ફરી એકવાર યમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવીને ઘાતક બોમ્બમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. અમેરિકાના હવાઈ હુમલામાં 20 લોકો માર્યા ગયા છે અને 50 અન્ય ઘાયલ થયા છે. યુએસ આર્મીના સેન્ટ્રલ કમાન્ડે પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: રોહિત શર્માનો દીકરો છે એકદમ તેની કોપી, વીડિયો આવ્યો સામે

હુથી બળવાખોરો સામે હુમલા ચાલુ છે
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સૂચના મળ્યા બાદ અમેરિકન સેના 15 માર્ચથી હુથી બળવાખોરો સામે ઝડપી હુમલાઓ કરી રહી છે. વીડિયો જે સામે આવ્યા તેમાં જોઈ શકાય છે ઘટનાસ્થળે મૃતદેહો પથરાયેલા જોવા મળ્યા હતા. હુતી બળવાખોરોને ‘અંસાર અલ્લાહ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. હુથીઓ યમનમાં સક્રિય છે અને તેમને શિયા મુસ્લિમ બળવાખોર જૂથ માનવામાં આવે છે.