જન્મ-મરણનો દાખલો કઢાવવો મોંઘો બન્યો, AMCએ જન્મ મરણ નોંધણી ફી માં કર્યો વધારો

AMCએ જન્મ મરણ નોંધણી ફી માં વધારો કર્યો છે. નોંધણી ફીમાં 900 ટકાનો વધારો ઝીંક્યો છે. જન્મ અને મરણના 21 દિવસ સુધી નોંધણી ફ્રી થાય છે. 21 દિવસ બાદ નોંધણી કરવામાં આવે તો તેની ફીમાં થયો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રોહિત શર્માએ બધાનું દિલ જીતી લીધું, રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે કરી આ ખાસ માંગ

ફી 2 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરાઈ
30 દિવસમાં નોંધણીની ફી 2 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરાઈ છે. 30 દિવસથી એક વર્ષ સુધી નોંધણીની ફી 5 રૂપિયાથી વધારી 50 રૂપિયા કરવામાં આવી છે. મૃત્યુના એક વર્ષ પછી મેજિસ્ટ્રેટ દ્વારા કરાયેલ હુકમ બાદ નોંધણી કરવાની ફી 10 રૂપિયાથી વધારી 100 રૂપિયા કરાઈ છે. જન્મ મરણ નોંધણીના પ્રથમ વર્ષમાં નોંધ શોધવા માટેની ફી 2 રૂપિયાથી વધારી 20 રૂપિયા કરાઈ હતી.