AMCની મોટી કાર્યવાહી, SG હાઇવે પર ઇસ્કોન ગાંઠીયા સહિત 12 દુકાનો સીલ

અમદાવાદઃ AMCના એસ્ટેટ વિભાગે સપાટો બોલાવ્યો છે. એસજી હાઇવે પર કેટલાક એકમો સામે કાર્યવાહી હાથ ધરી સીલ મારવામાં આવ્યું છે. જેમાં પ્રખ્યાત ઇસ્કોન ગાંઠીયાની દુકાનને પણ સીલ માર્યું છે.

મળતી માહિતી પ્રમાણે, એસ્ટેટ વિભાગે ઇસ્કોન ગાંઠીયા, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ચા, ગાત્રાડ ટી સ્ટોલ, ગજાનંદ પૌવાની દુકાનોને સીલ માર્યું છે. એસ્ટેટ વિભાગે કુલ 12 દુકાનોને સીલ મારી છે. મહાનગરપાલિકાએ વારંવારની સૂચનાઓ બાદ પણ પાર્કિંગની સુવિધા ઊભી ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે.