September 28, 2024

હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 2 દિવસ રહેશે આવું વાતાવરણ

દિલ્હી: દેશભરમાં ગરમી પડી રહી છે. ત્યારે ફરી એક વાર હવામાન વિભાગે આગાહી આપી છે. બે દિવસમાં ઘણા રાજ્યમાં હીટ વેવની ચેતવણી આપી છે. આવતીકાલને લઈને ઝારખંડ, કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા અને તેલંગાણાના આ વિસ્તારમાં ભારે ગરમી પડી શકે છે. ગુજરાતમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે આવો જાણીએ શું આપી છે આગાહી.

મધ્યમ વરસાદની શક્યતા
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસારઉત્તરીય આંતરિક કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને યાનમના અલગ-અલગ ભાગોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વ્યાપક હળવા અને મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે ગરમી પડવાની શક્યતા વચ્ચે લોકોને ઘરની બહાર કામ વગર બહાર ના નિકળવાનું કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:  આ દિવસથી ગુજરાતમાં ફરીથી ગરમી વધશે!

ગુજરાતમાં હવામાનની આગાહી
ગુજરાતનું વાતાવરણ હાલ વાદળછાયું જોવા મળી રહ્યું છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે તારીખ 7 સુધી આવું જ વાતાવરણ રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે આપેલી માહિતી પ્રમાણે 12થી 18 તારીખે વાતાવરણમાં પલટો આવશે. પલટાને કારણે પ્રિ મોનસૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ અને મધ્યગુજરાતના ભાગોમાં માવઠું પડી શકે છે.