માં અંબાને નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકા તરફથી 100 ગ્રામ સોનાના હારની ભેટ
Ambaji Temple: માં અંબાના સાનિધ્યમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ત્યારે આજના દિવસે યાત્રાધામ અંબાજી મંદિરે 100 ગ્રામ સોનાનો હાર ભેટ કરવામાં આવ્યો છે. નડિયાદથી દર્શને આવેલા યાત્રિક દ્વારા 100 ગ્રામ સોનું ભેટ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ‘વાઈરલ ગર્લ મોનાલિસા’ની આંખોની સુંદરતા તેના માટે બની સમસ્યા, કુંભમેળો છોડવાની ફરજ પડી
શિક્ષિકા દ્વારા સોનાનો હાર માતાજીને ભેટ
અંબાના સાનિધ્યમાં રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. ત્યારે નડિયાદથી દર્શને આવેલા યાત્રિક દ્વારા 100 ગ્રામ સોનું ભેટ કરવામાં આવ્યું છે. નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકા દ્વારા સોનાનો હાર માતાજીને ભેટ કર્યો છે. તમને જણાવી દઈએ કે 100 ગ્રામ સોનાની કુલ કિંમત 7,65,440 છે.