અંબાજી 108ની ટીમ 1 કિમી ડુંગરાળ વિસ્તારમાં ચાલી દર્દી પાસે પહોંચી, મહિલાની પ્રસૂતિ કરાવી

વિક્રમ સરાગરા, અંબાજી: યાત્રાધામ અંબાજી 108ની ટીમને પ્રસૂતિનો કોલ મળતાં સ્થળ ઉપર જવા રવાના થઈ હતી. જોકે અંબાજીના આસપાસનો વિસ્તાર ડુંગરાળ વિસ્તાર હોવાથી દર્દીના ઘર સુધી એમબ્યુલન્સ આવી શકે તેમ નહોતી. જેથી 108 ટીમના સભ્યો અંદાજે એક કિલોમીટર જેટલા ડુંગરાળ વિસ્તારમાં ચાલીને દર્દી પાસે પહોંચ્યા હતા. બાળકના ગળામાં નાળ વિંટળાઇ જતાં મહિલાની સ્થિતિ ખૂબ જ નાજૂક હતી.
પરિસ્થિતિને જોઈને ઈએમટીએ અમદાવાદ સ્થિત તબીબની સલાહ લઈ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. જે પછી સ્ટેચર ઉપર દર્દીને લઇ પરત એક કિલોમીટર જેટલા ચાલીને એમ્બ્યુલન્સમાં લાવ્યા હતા અને વધુ સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.