July 2, 2024

Akshay-Khyatiને સગાઈના અઠવાડિયા બાદ જ TRP ગેમઝોનની આગ ભરખી ગઇ

Rajkot Game Zone:  રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટના કોઇ નહીં ભૂલી શકે. જેમા કેટલાકે તેમના બાળકો ગુમાવ્યા છે તો કેટલાકે તેમના સ્વજનો… આગકાંડમાં સૌથી વધુ માસૂમ બાળકોનો ભોગ લેવાયો છે. જે 28 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે, તેમાં 9 બાળકો છે. રાજકોટમાં વેકેશનની મજા બાળકો માટે મોતની સજા બની ગઈ છે. જ્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે કે આ અગ્નિકાંડમાં કેનેડાથી આવેલા યુવક અને તેની થનારી પત્નીનું પણ મોત થયું છે. યુવકનું નામ અક્ષય ઢોલરિયા અને તેની પત્નીનું નામ ખ્યાતિ ઢોલરિયા છે. જેઓની સગાઇ અઠવાડિયા પહેલા જ થઇ હતી પરંતુ તે લોકોને ક્યા ખબર આ હતી કે આ ખુશીના દિવસો થોડાક દિવસ માટે જ છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે હાલ આ આગમાં 32 લોકોના મોત નીપજ્યા છે. પરંતું અમેરિકાથી રાજકોટ આવેલા એક પરિવારને આ આગકાંડ ભરખી ગયો. એનઆરઆઈ પરિવારના નવયુગલના હજી ચાર દિવસ પહેલા જ લગ્ન થયા હતા. ગેમઝોનમાં લાગેલી આગમાં પતિ-પત્ની અને સાળીનું મોત નીપજ્યું છે. ખ્યાતી સાવલીયા અને અક્ષય ઢોલરીયાનું મૃત્યું થયું છે. હજી ચાર દિવસ પહેલા જ આ કપલના લગ્ન થયા હતા.

જોકે, અક્ષયના માતા-પિતા USAમાં રહે છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજકોટના અર્જુન પાર્કમાં રહેતો અને હાલ કેનેડામાં અભ્યાસની સાથે નોકરી કરતા અક્ષય ઢોલરિયા (ઉં.વ 24)એ મેઘાણીનગરમાં રહેતી ખ્યાતિ સાવલિયા (ઉં.વ 20) સાથે અઠવાડિયા પહેલા જ ધામધૂમથી સગાઈ થઈ હતી. બંનેને જ્ઞાતિના રિવાજ મુજબ ડિસેમ્બરમાં લગ્ન થવાના હતા. તો બંન્નેએ કોર્ટ મેરેજ તો કરી લીધા હતા. ઉલ્લેખનીય છે કે ગઇકાલે સાંજના સમયે અચાનક રાજકોટ ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. અત્યાર સુધીમાં 32 લોકોના મોતનો આંકડો સામે આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.