બ્લિંકિટ દ્વારા એરટેલ 5G સિમ મિનિટોમાં ઉપલબ્ધ થશે, આ શહેરમાં શરૂ કરવામાં આવી સુવિધા

Blinkit: બ્લિંકિટ તેના વપરાશકર્તા માટે નવી નવી સુવિધા લાવી રહ્યું છે. ત્યારે વધુ એક સુવિધાને એડ કરવામાં આવી છે. જેમાં હવે વપરાશકર્તાએ સિમ કાર્ડ લેવા માટે દુકાને જવાની જરુર નથી. તમે હવે બ્લિંકિટની મદદથી સિમ ઓર્ડર કરી શકો છે અને તમારા ઘરે તમારું સિમ કાર્ડ પહોંચી જશે. આ સુવિધા દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે ઠોક્યો દાવો

શું ફાયદો?
આ નવી સુવિધાનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે તમારે 5G સિમ મેળવવા માટે દુકાનમાં જવાની જરુર નહી પહે. તમને ઘરે બેઠા સિમ કાર્ડ મળી જશે. , બ્લિંકિટની ઝડપી ડિલિવરીનો અર્થ એ છે કે તમે કોઈપણ સમય બગાડ્યા વિના તરત જ 5G નેટવર્ક સાથે કનેક્ટ થઈ જશો. આ સુવિધા તેવા લોકો માટે ફાયદાકારક છે જેમને તાત્કાલિક નવા સિમની જરૂર હોય. ઘણી વખત આપણે એવા સમયે સિમ કાર્ડની જરુર પડી જતી હોય કે જે સમયે કોઈ પણ દુકાનો ખુલ્લી ના હોય. ત્યારે આ સુવિધા તમામ લોકો માટે ફાયદાકારક રહેશે.