Air India ફ્રાન્સની એરબસ પાસેથી 100 નવા એરક્રાફ્ટ ખરીદશે, ગયા વર્ષે આપ્યો હતો 470 એરક્રાફ્ટનો ઓર્ડર
Air India New Order: એર ઈન્ડિયાએ ફ્રાન્સની એરક્રાફ્ટ એરબસ કંપનીને 100 નવા એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો છે. આ એરક્રાફ્ટમાં 10 વાઈડબોડી A350 અને 90 નેરોબોડી A320 ફેમિલી એરક્રાફ્ટ A321neo પણ સામેલ છે. 100 નવા એરક્રાફ્ટનો આ ઓર્ડર 470 એરક્રાફ્ટના ઓર્ડર કરતા અલગ છે જે એર ઈન્ડિયાએ ગયા વર્ષે એરબસ અને બોઈંગ સાથે આપ્યો હતો.
100 more @Airbus aircraft! ✈️
We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.
With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi
— Air India (@airindia) December 9, 2024
નવા ઓર્ડર બાદ એર ઈન્ડિયા દ્વારા એરબસને ઓર્ડર કરાયેલા કુલ વિમાનોની સંખ્યા વધીને 350 થઈ ગઈ છે. ગયા વર્ષે, એરલાઈને એરબસ સાથે 250 એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જેમાં 40 A350 અને 210 A320 ફેમિલી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે.
એર ઈન્ડિયાએ એ પણ જાહેરાત કરી કે તેણે તેના વધતા A350ની જાળવણીની જરૂરિયાતોને ટેકો આપવા માટે એરબસની ફ્લાઈટ અવર સર્વિસીસ-કમ્પોનન્ટ (FHS-C) પસંદ કરી છે. ટાટા સન્સ અને એર ઈન્ડિયાના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનએ જણાવ્યું હતું કે, “ભારતમાં વિશ્વના અન્ય ભાગો કરતાં વધુ પ્રવાસીઓ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવા વસ્તી જે વૈશ્વિક સ્તરે વધી રહી છે, એટલે , અમને લાગે છે કે એર ઈન્ડિયાએ તેના ભાવિ કાફલાને ગયા વર્ષે મૂકેલા 470 એરક્રાફ્ટના ફર્મ ઓર્ડરથી આગળ વધારવાની સ્પષ્ટ જરૂરિયાત છે.” તેમણે કહ્યું, “આ 100 વધારાના એરબસ એરક્રાફ્ટ એર ઈન્ડિયાને વિકાસના માર્ગ પર લઈ જવા માટે મદદ કરશે અને એર ઈન્ડિયાને વિશ્વના દરેક ખૂણે ભારતને જોડતી વિશ્વ કક્ષાની એરલાઈન બનાવવાના અમારા મિશનમાં યોગદાન આપશે.”