December 12, 2024

લંડન જઈ રહ્યા છો તો ખાસ વાંચો, AIR INDIA જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી

Air India: એર ઈન્ડિયાએ આજે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી મુસાફરો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. એરલાઇન દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત તમારી મુસાફરીને વધુ સરળ બનાવશે. એર ઈન્ડિયાએ એક એડવાઈઝરી જારી કરીને માહિતી આપી છે કે લંડન હીથ્રો એરપોર્ટથી ભારત જવા માટે ચેક-ઈનનો સમય લંબાવવામાં આવ્યો છે, જે મુસાફરોને વધુ સુવિધા આપશે. હવે મુસાફરો માટે ચેક-ઈનનો સમય 60 મિનિટથી વધારીને 75 મિનિટ કરવામાં આવ્યો છે.

એર ઈન્ડિયાએ શું કહ્યું?
એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા હેન્ડલ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. પોસ્ટમાં, એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, લંડન હીથ્રો એરપોર્ટથી ભારતમાં પ્રસ્થાન માટે ચેક-ઈન કાઉન્ટર હવે તમારા નિર્ધારિત પ્રસ્થાનના સમયની 75 મિનિટ પહેલા બંધ થઈ જશે.

ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
એર ઈન્ડિયાએ જણાવ્યું કે, તેઓએ ચેક-ઈનનો સમય 60 મિનિટથી વધારીને 75 મિનિટ કરવાનો નિર્ણય લીધો છે જેથી મુસાફરો મુસાફરીમાં આરામદાયક અનુભવે. તે પોતાના વ્યસ્ત શિડ્યુલમાં પણ આરામથી ફ્લાઈટ લઈ શકે. એર ઈન્ડિયાએ પોસ્ટમાં કહ્યું, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે પીક અવર્સ દરમિયાન પણ ચેક-ઈન પ્રક્રિયા અને સુરક્ષા ક્લિયરન્સ માટે પૂરતો સમય મળી રહે. જો કે, અગાઉ એર ઈન્ડિયાએ ભારતના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ માટે ચેક-ઈનનો સમય પણ 60 મિનિટથી વધારીને 75 મિનિટ કર્યો હતો.